iBet uBet web content aggregator. Adding the entire web to your favor.
iBet uBet web content aggregator. Adding the entire web to your favor.



Link to original content: http://gu.wikipedia.org/wiki/ઇન્ટરનેટ
ઇન્ટરનેટ - વિકિપીડિયા લખાણ પર જાઓ

ઇન્ટરનેટ

વિકિપીડિયામાંથી


ઇન્ટરનેટના વિવિધ માર્ગનું કલ્પના ચિત્ર


ઇન્ટરનેટ એ કોમ્પ્યુટર્સ વચ્ચેનું નેટવર્ક છે, જેમાં વપરાશકાર વિવિધ ચેનલથી માહિતીની આપ-લે છે. જે કોમ્પ્યુટરનું ઇન્ટરનેટ સાથે જોડાણ થાય તે ઉપલબ્ધ સર્વર તેમજ અન્ય કોમ્પ્યુટરમાંથી માહિતી સ્થાનિક (જોડાયેલ) કોમ્પ્યુટરની મેમરીમાં લઇ શકે છે. આ જ કનેક્શનથી તે કોમ્પ્યુટર નેટવર્કના સર્વરને માહિતી પહોંચાડી શકે છે. આ માહિતી અન્ય જોડાયેલા કોમ્પ્યુટર્સ સુધી પહોંચી શકે છે. ઇન્ટરનેટમાં જે માહિતી મળતી હોય છે તેમાંની મોટાભાગની માહિતી ઇન્ટર-લિન્ક્ડ હાઇપરટેક્સ્ટ ડોક્યુમેન્ટ્સથી બનેલ વર્લ્ડ વાઇડ વેબ (WWW) સ્વરૂપે છે. કોમ્પ્યુટર વપરાશકર્તા સામાન્ય રીતે વેબ બ્રાઉસરની મદદથી વિવિધ માહિતીની આપ-લે કરે છે. કોમ્પ્યુટર નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સોફ્ટવેરમાં ઇ-મેલ, ઓનલાઇન ચેટ, ફાઇલ ટ્રાન્સફર અને ફાઇલ શેરિંગ(વહેચણી) વિગેરે નો સમાવેશ થાય છે.

ઇન્ટરનેટમાં અંદરો-અંદર જોડાયેલ કોમ્પ્યુટરો જેને કમ્પ્યુટર નેટવર્ક કહેવાય છે તેની મદદથી માહિતીની આપ-લે થાય છે. ઈન્ટરનેટ કમ્પ્યુટરોને એકબીજા સાથે જોડવા માટે ઈન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટ(TCP/IP)ના ધોરણોની મદદ લે છે આ દ્વારા આજે તે વિશ્વમાં અબજો વપરાશકર્તાઓ ને ઈન્ટરનેટની સેવા પૂરી પાડે છે. ઈન્ટરનેટ દુનિયામાં રહેલા ખાનગી, જાહેર, શૈક્ષણિક, વ્યાપારી અને સરકારી નેટવર્કોને વૈશ્વિક રીતે સમાવે છે.

મોટેભાગેના આપના પરંપરાગત સંચાર માધ્યમો જેવાકે, ટેલીફોન, સંગીત, ફિલ્મ અને ટેલીવીઝન વિ. ને આજે ઈન્ટરનેટના કારણે તેઓને નવો ઓપ મળ્યો છે તે માટે ઈન્ટરનેટની સેવા જેવીકે, વોઈસ ઓવર IP (VoIP) અને ઈન્ટરનેટ પ્રોટોકોલ ટેલીવિઝન (IPTV) નો સમાવેશ થાય છે. ઈન્ટરનેટે ઈન્સ્ટન્ટ મેસેન્જર, ઈન્ટરનેટ ફોરમ અને સોસીયલ નેટવર્કિંગ આપીને માનવ ક્રિયા-પ્રતિક્રિયાને નવું સ્વરૂપ આપ્યું છે. ઓનલાઈન શોપિંગથી આજે ખરીદી ૨૪ કલાક માટે ઉપલબ્ધ બની છે. ઓન-લાઈન બેન્કિંગથી પૈસાની લેવડ દેવડ સહેલી બની છે.

ઈન્ટરનેટના ઉદભવ તરફ નજર દોડાવીએતો ૧૯૬૦મ યુ.એસ. સરકાર દ્વારા થયેલા સંશોધનો જેવાકે તેઓ એક મજબૂત, ઓછી ખામીવાળું અને વિતરણ થયેલ એક કમ્પ્યુટર નેટવર્ક બનાવાવા માગતા હતા.૧૯૮૦માં નેશનલ સાયન્સ ફાઉન્ડેશન તરફથી નવા યુ.એસ. બેકબોનને ધિરાણ મળ્યું. સાથોસાથ વાણિજ્યક બેકબોન માટે ખાનગીધોરણે ધિરાણ મળવાનું ચાલુ થયું. આ નવી તકનીકને વિકસાવવામાં વિશ્વભરમાં મોટાપાયે ભાગીદારી થઇ અને મોટા મોટા નેટવર્કોનું વિલીનીકરણ થયું. ૧૯૯૦માં થયેલ તેના વેપારીકરણને લીધે આજે તે આધુનિક સમાજના એક અગત્યના ભાગ તરીકે ઉભરી આવ્યું છે. જુન ૨૦૧૨ ના આકડા પ્રમાણે ૨.૪ અબજ થી વધુ લોકો આજે ઈન્ટરનેટની વિવિધ સેવાનો ઉપયોગ કરે છે.

પરિભાષા

[ફેરફાર કરો]

ઇન્ટરનેટ અને વલ્ડ વાઇડ વેબ જેવા શબ્દનો ઉપયોગ હવે સામાન્ય બોલચાલમાં થાય છે. જોકે, ઇન્ટરનેટ અને વર્લ્ડ વાઇડ વેબ(W W W) એકસમાન નથી. ઇન્ટરનેટ એ ગ્લોબલ ડેટા કોમ્યુનિકેશન્સ સિસ્ટમ છે. બે કે તેથી વધુ કોમ્પયુટરો વચ્ચે હાર્ડવેર અને સોફટવેરના યોગ્ય સમન્વયથી તેમની વચ્ચે જોડાણ થાય છે. બીજી તરફ વેબએ ઇન્ટરનેટથી સંપર્ક સાધતી સેવા છે. ઇન્ટરકનેક્ટટેડ ડોક્યુમેન્ટ્સ અને અન્ય સાધનો જેવાકે હાયપરલિંક, યુઆરએલ (URL) સાથે તેનું જોડાણ હોય છે. []

ઇન્ટરનેટ શબ્દ અંગ્રેજીમાં કેપિટલ સાથે અને કેપિટલ વિના તેમજ ચોક્કસ નિયમ વિના લખી શકાય છે. (INTERNET કે internet)

ઇતિહાસ

[ફેરફાર કરો]

સોવિયત યુનિયને(યુએસએસઆર) સ્પુટનિક લોન્ચ કરતાં ટેક્નોલોજી ક્ષેત્રે સરસાઇ મેળવવા ફેબ્રુઆરી, ૧૯૫૮માં અમેરિકાએ એડવાન્સ્ડ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી (એઆરપીએ)નું નિર્માણ કર્યું. [][] સેમિ ઓટોમેટિક ગ્રાઉન્ડ એન્વાર્યમેન્ટ (એસએજીઇ) પ્રોગ્રામ ઉપર સંશોધન કરવા એઆરપીએ દ્વારા ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ ટેક્નોલોજી ઓફિસ (આઇપીટીઓ)શરૂ કરાઇ, જેમાં પ્રથમ વાર દેશભરને રડાર સિસ્ટમ સાથે એક નેટવર્કમાં જોડવામાં આવ્યું. જે.સી.આર. લિકલિડેરની આઇપીટીઓના વડા તરીકે વરણી કરવામાં આવી હતી.

ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં રસ પડ્યા બાદ લિકલિડરે ૧૯૫૦માં પોતાની સાયકો-એકોસ્ટિક લેબોરેટરીનું હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી મસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીમાં સ્થાનાંતર કર્યું. એમઆઇટીમાં તેમણે લિંકન લેબોરેટરીશરૂ કરવાની કમિટિમાં ભૂમિકા સંભાળવા ઉપરાંત એસએજીઇ પ્રોજેક્ટમાં પણ કામ કર્યું હતું. ૧૯૫૭માં તે બીબીએન ટેક્નોલોજીસના વાઇસ પ્રેસિડેન્ટ બન્યા હતા, જેમાં તેમણે પ્રથમ પ્રોડક્શન પીડીપી-૧ કોમ્પ્યુટર ખરીદ્યું હતું અને ટાઇમ શેરિંગ માટે જાહેરમા પ્રથમ વાર જાહેરમાં ડેમોસ્ટ્રેશન રજૂ કર્યું હતું.

આઇપીટીઓ ખાતે લિકલિડરે લોરેન્સ રોબર્ટ્સ સાથે મળી નેટવર્ક બનાવવાનું કામ શરૂ કર્યું. તેમની આ ટેક્નોલોજી પોલ બરાનના કામ પર આધારિત હતી. []જેમણે યુનાઇટેડ સ્ટેટ્સ એર ફોર્સનો વિસ્તૃત અભ્યાસ કર્યો હતો અને એવી પણ ભલામણ કરી હતી કે પેકેટ સ્વિચિંગની મદદથી સર્કિટ સ્વિચિંગ કરતા નેટવર્ક વધુ મજબૂત અને ટકાઉ બને છે. ભારે સંશોધન બાદ ૨૯ સપ્ટેમ્બર, ૧૯૬૯ના મેલ્નો પાર્ક, કેલિફોર્નિયા ખાતે એઆરપીએનેટ (ARPANET)ની શરૂઆત થઇ હતી જે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, લોસ એન્જલસ અને એસઆરઆઇ (SRI) ઇન્ટરનેશનલ (હવે એસઆરઆઇ ઇન્ટરનેશનલ) સાથે આંતરિક રીતે જોડેલ હતું. એરપાનેટ (ARPANET) ને આજના ઈન્ટરનેટનું શરૂઆતી નેટવર્ક કહી શકાય.

My Opera Community સર્વર રેકઉપરથી લઈને યુઝર ફાઈલ સ્ટોરેજ "બિગ્મા"( ધ માસ્ટર MYSQL ડેટાબેઝ સર્વર અને અન્ય બે IBM સેન્ટરમાં બહુહેતુક મશીન હતા. ( એપેક HTTP સર્વર (અપાચે) ફ્રન્ટ-એન્ડ અને બેક-એન્ડ માં MYSQL ડેટાબેઝ સર્વર, લોડ બેલેન્સર(load balancer) ફાઇલ સર્વર અને કેચ સર્વર

પેકેટ સ્વિચિંગ એઆરપીએનેટમાં ચાલી શકે છે તેવા નિદર્શન બાદ જનરલ પોસ્ટ ઓફિસે (યુનાઇટેડ કિંગડમ), ટેલનેટ (Telenet), ડેટાપેક (DATAPAC) અને ટ્રાન્સપેકને એકત્ર કરી પ્રથમ ઇન્ટરનેશનલ પેકેટ-સ્વિચ્ડ નેટવર્ક સર્વિસની રચના કરી. ૧૯૭૮માં યુકેમાં તે ઇન્ટરનેશનલ પેકેટ સ્વિચ્ડ સર્વિસ તરીકે ઓળખાવા લાગ્યું હતું. X.25ના સંગ્રહ આધારિત નેટવર્કનો ફેલાવો યુરોપ, અમેરિકાથી લઇ ૧૯૮૧ સુધીમાં કેનેડા, હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયા સુધી ફેલાવો વધ્યો હતો. ૧૯૭૬માં X.25 પેકેટ સ્વિચિંગ સ્ટાન્ડર્ડને CCITT (હવે આઇટીયુ-ટી (ITU-T)) ખાતે તૈયાર કરવામાં આવ્યું હતું.

TCP/IP પ્રોટોકલ X.25 કરતાં સ્વતંત્ર હતું. જે એઆરપીએનેટ, પેકેટ રેડીયો નેટ અને પેકેટ સેટેલાઇટ નેટના એકસમાન સમયગાળામાં DARPAનાપ્રયોગાત્મક કામ પર આધારિત હતું. વિન્ટન સેર્ફ અને રોબર્ટ કાન (Robert Kahn) ૧૯૭૩માં TCP પ્રોટોકોલનું સૌપ્રથમ વર્ણન તૈયાર કર્યું હતું. આ જ વિષય પર આધારિત પેપર મે ૧૯૭૪માં રજૂ કરવામાં આવ્યું હતું. RFC 675 પ્રકાશનમાંથી ડિસેમ્બર ૧૯૭૪ના સિંગલ ગ્લોબલ TCP/IP નેટવર્કનું વર્ણન કરવા ‘ઇન્ટરનેટ’ શબ્દ લેવામાં આવ્યો હતો. TCPનું સંપૂર્ણ વર્ણન વિન્ટન કેર્ફ, યોગેન દલાલ અને કાર્લ સનશાઇન દ્વારા તે સમયની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું હતું. આગામી નવ વર્ષ દરમિયાન પ્રોટોકલ્સ પર મોટી સંખ્યાની ઓપરેટિંગ સિસ્ટમ્સમાં વધુ ચીવટાઈથી કામ હાથ ધરવામાં આવ્યું.

TCP/IP આધારિત પ્રથમ વાઇડ-એરિયા નેટવર્કનું સંચાલન ૧ જાન્યુઆરી, ૧૯૮૩ના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં આરપાનેટનું (ARPANET) જૂના એનસીપી (NCP) એ પ્રોટોકોલમાં સ્થાનાંતર થયું હતું. ૧૯૮૫માં અમેરિકાના નેશનલ સાયન્સ ફાઉન્ડેશન(National Science Foundation)(એનએસએફ) એ NSFNET યુનિવર્સિટીનાં નિર્માણનું આહ્વાન કર્યું જે તેના શોધક ડેવિડ એલ. મિલ્સ (David L. Mills) દ્વારા ફઝબોલ રૂટર (Fuzzball router) કહેવાઇ. ૫૬ કિલોબીટની આ લીંક આ કંપ્યુટરો દ્વારા દ્વિતીય નેટવર્ક કરોડરજ્જુ બની.એક વર્ષ બાદ, એનએસએફે વધુ સ્પિડ વાળી 1.5 મેગાબાઈટ/સેકન્ડ નેટવર્કને પ્રાયોજક કર્યું. ડેનિસ જેનિંગ્સ દ્વારા DARPA માટે TCP/IP પ્રોટોકોલ ઉપયોગ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો.

નેટવર્કને આર્થિક લાભ માટે ખુલ્લી મુકવાની શરૂઆત ૧૯૮૮માં થઇ હતી.યુએસ ફેડરલ નેટવર્કિંગ કાઉન્સિલે NSFNETના ઇન્ટરકનેક્શનને મૂંજરી આપી હતી. જેનાથી ૧૯૮૯માં કોમર્શિયલ MCI મેઇલ સિસ્ટમની શરૂઆત થઇ હતી. અન્ય કોમર્શિયલ ઇલેકટ્રોનિક ઇ-મેલ સર્વિસનું જોડાણ પણ તુરંતમાં શરૂ થયું હતું, જેમાં ઓનટાઇમ, ટેલિમેલ અને કમ્પસર્વનો સમાવેશ થાય છે. આ જ વર્ષે યુયુનેટ (UUNET), PSINet અને સેર્ફનેચ એમ ત્રણ કોમર્શિયલ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર (ISP) શરૂ કરાયા હતા. અગત્યતા ધરાવતા નેટવર્ક ઇન્ટરનેટનું આ પછી યુસનેટ (Usenet) અને બિટનેટ(BITNET)માં જોડાણ થયું હતું. અન્ય કોમર્શિયલ અને શૈક્ષણિક નેટવર્ક્સ જેવા કે ટેલનેટ(Telenet), ટાઇમનેટ(Tymnet), કોમ્પ્યુસર્વ(Compuserve) અને જાનેટ(JANET)નું ઇન્ટરનેટનો વ્યાપ વધવાને કારણે અંદરોઅંદર જોડાણ થયું હતું. ટેલનેટ(Telenet) (હવે સ્પ્રિટનેટ) મોટું ખાનગી ભંડોળ ધરાવતું નેશનલ કોમ્પ્યુટર નેટવર્ક હતું જે અમેરિકના વિવિધ શહેરમાં ૧૯૭૦થી ફ્રી ડાયલ-અપ એક્સેસ આપતું હતું.૧૯૮૦માં આ નેટવર્ક TCP/IP પ્રોટોકોલની મદદથી એકબીજા સાથે સંકળાયેલું હતું જે ઘણું જ લોકપ્રિય થયું હતું. TCP/IPની આભાસી રીતે અસ્તિત્વ ધરાવતા કોમ્યુનિકેશન નેટવર્ક સાથે કામ કરવાની અને તાકાતને કારણે તેનો ઝડપી વિકાસ શક્ય બન્યો, જો કે ઈન્ટરનેટનો ઝ઼ડપી વિકાસ સિસ્કો સિસ્ટમ્સ(Cisco Systems), પ્રોટેઓન અને જુનીપર (Juniper Networks)કંપનીના રાઉટરની ઉપલબ્ધતાને કારણે શક્ય બન્યો. તેમજ લોકલ એરિયા નેટવર્કિંગ અને યુનિક્સ (UNIX) ઓપરેટિંગ સિસ્ટમ પર TCP/IP ના અમલીકરણ માટે ઇથરનેટની સુલભતાને કારણે આ બધુ શક્ય બન્યું.

આમ છતાં, ઈન્ટરનેટને શક્ય બનાવતી પ્રાથમિક એપ્લિકેશન અને ગાઈડલાઈન બે દાયકા પહેલા અસ્તિત્વમાં આવી, જ્યારે લોકોના ધ્યાનમાં આ નેટવર્ક તો છેક ૧૯૯૦માં આવ્યું. ૬ ઓગસ્ટ ૧૯૯૧ના રોજ પાર્ટિકલ સંશોધન માટેની યુરોપિયન સંગઠન CERN કંપનીએ નવો વર્લ્ડ વાઈડ વેબ(World Wide Web) પ્રોજેક્ટ લોકો સમક્ષ મુક્યો. મુળ અંગ્રેજ એવા વૈજ્ઞાનિક ટિમ બર્નર્સ-લી(Tim Berners-Lee) એ ૧૯૮૯માં વેબની શોધ કરી હતી.

પહેલાના સમયે વેબ બ્રાઉઝર તરીકે ViolaWWW પ્રખ્યાત હતું તે હાયપરકાર્ડ (HyperCard) પધ્ધતિ અને X વિન્ડો સિસ્ટમ(X Window System) ની મદદથી બનાવવામાં આવ્યું. આ બાદ મોસિયાક (વેબ બ્રાઉસર) (Mosaic (web browser)) વેબ બ્રાઉઝર પ્રચલિત બન્યું. ૧૯૯૩માં યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ એટ અર્બના-શેમ્પેન(University of Illinois at Urbana-Champaign) માં નેશનલ સેન્ટર ફોર સુપર કોમ્પ્યુટિંગ એપ્લિકેશન્સ (National Center for Supercomputing Applications) દ્વારા મોસેઈકનું ૧.૦ આવૃત્તિ રીલીઝ કરવામાં આવ્યું. અને ૧૯૯૪ના અંતમાં ઈન્ટરનેટમાં લોકોનું ધ્યાન વધતું ગયું હતું. ૧૯૯૬ સુધી વિશ્વમાં ઈન્ટરનેટનો ઉપયોગ વધુ વ્યાપક બન્યો. વર્લ્ડ વાઈડ વેબનો ઉપયોગ ત્યારે એક અલંકાર તરીકે વપરાશ થતો હતો.

દાયકાઓ દરમિયાન ઈન્ટરનેટ જુના પબ્લિક કમ્પ્યુટર નેટવર્કને પોતાનામાં સમાવેશ કરવામાં સફળ રહ્યું હતું. (જો કે કેટલાક નેટવર્ક જેવા કે ફિડોનેટ(FidoNet) અલગ જ રહ્યા હતા) ૧૯૯૦માં એવો અંદાજ લગાવવામાં આવ્યો કે ઈન્ટરનેટ ૧૦૦%ના દરે વિકાસ પામશે. જ્યારે ૧૯૯૬ અને ૧૯૯૭ના વર્ષો દરમિયાન તેનો વિકાસ વિસ્ફોટકની કક્ષાએ થયો હતો. [] આ વિકાસનું એક કારણ એ પણ હતું કે ત્યારે કેન્દ્રમાં કોઈ વહીવટીમંડળ ન હતું જેથી નેટવર્ક વધુ ઝડપે વિક્સ્યુ તેમજ કોઈની માલિકી ન હોવાથી ઈન્ટરનેટ પ્રોટોકોલનો લોકો વપરાશ કરવા લાગ્યા, જેથી એકબીજા પર નિર્ભર રહેવાનું પ્રમાણ વધ્યું જેથી કોઈ એક કંપની નેટવર્કનો વધુ પડતો કંટ્રોલ લઈ શકતી ન હતી. []

વિવિધ આંકડાઓની સહાય લઈને AMDએ અંદાજ લગાવ્યો હતો કે જાન્યુઆરી ૨૦૦૯ સુધીમાં ઈન્ટરનેટ વપરાશકર્તાઓ ૧.૯ અબજની સંખ્યાએ પહોંચશે. []

યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો ફાળો

[ફેરફાર કરો]

૧૯૬૦, ૧૯૭૦, ૧૯૮૦ના ગાળામાં કોમ્યુનિકેશનના ફિલ્ડમાં નવા નવા સંશોધનો થયા જેને ઉત્તર અમેરિકાની વિવિધ યુનિવર્સિટીઓએ અપનાવી લીધા.

આરંભકાળમાં યુનિવર્સિટી ઈન્ટરનેટ કમ્યુનિટીનો ઉદાહરણ ક્લેવલેન્ડ ફ્રિનેટ, બ્લેકબર્ગ ઈલેક્ટ્રોનિક વિલેજ (Blacksburg Electronic Village) અને NSTN ઈન નોવો સ્કોટીયા [] હતા. વિદ્યાર્થીઓએ મફત વાર્તાલાપ કરવાની આ તક ઝડપી લીધી અને તેઓ આને આઝાદીના શસ્ત્ર તરીકે જોવા લાગ્યા. અંગત કમ્પ્યુટર અને ઈન્ટરનેટે તેમને કોર્પોરેશન અને ગવર્મેન્ટથી મુક્ત કરાવ્યા

૧૯૬૦માં ARPANETની રચનામાં ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ મોટાભાગ ભજવ્યો હતો.. નેટવર્ક વર્કિંગ ગ્રુપ કે જેણે ARPANETના પ્રોટોકોલ ડીઝાઈન કર્યા હતા તેમાં મોટાભાગના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ હતા.

આજનું ઇન્ટરનેટ

[ફેરફાર કરો]

ઈન્ટરનેટ પ્રોટોકોલ

[ફેરફાર કરો]

મુખ્ય લેખ : TCP/IP સ્યુટ તથા ઈન્ટરનેટ પ્રોટોકોલ

UDP થી લીંક પ્રોટોકોલ ફ્રેમ સુધીના એપ્લીકેશન ડેટાના ઇનકેપ્સ્યુલેશનનો નમુનો

ઈન્ટરનેટનું માળખું હાર્ડવેર અને સોફ્ટવેરના સ્તરો વચ્ચે વહેંચાયેલું છે જે વિવિધ ભાગો પર નિયંત્રણ કરે છે. જ્યારે હાર્ડવેર કે સોફ્ટવેર સિસ્ટમને મદદ કરવા ઊપયોગી છે, સોફ્ટવેર આર્કિટેક્ચરની ડિઝાઈન અને સખત સ્ટાન્ડર્ડાઇઝેશન પ્રક્રીયાએ ઈન્ટરનેટની લાક્ષણિકતા છે.

ઈન્ટરનેટની સોફ્ટવેર સિસ્ટમની આર્કિટેક્ચરલ ડીઝાઈન માટે ઈન્ટરનેટ એન્જિનિયરિંગ ટાસ્ક ફોર્સ (Internet Engineering Task Force) (IETF) જવાબદાર છે. [] IETF એક વ્યવસ્થિત વર્ક ગ્રુપ બનાવે છે જે વ્યકિતઓ માટે ખુલ્લા હોય છે જે ઈન્ટરનેટના માળખાના વિવિધ ભાગો માટે રચાવામાં આવે છે. ચર્ચાનું પરિણામ અને નક્કી કરવામાં આવેલું પ્રમાણ IETFની વેબ સાઈટ પર ઉપલબ્ધ ના પેજ પર પ્રકાશિત કરવામાં આવે છે.

ઈન્ટરનેટને યોગ્ય બનાવે તે માટેના નેટવર્કિંગની જે મુખ્ય પદ્ધતિ છે તે RFC છે જે દ્વારા ઈન્ટરનેટના ધોરણો બને છે. આ ધોરણોને ઈન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટ કહેવાય છે. પ્રોટોકોલની સ્તર આધારિત પદ્ધતિને આ એક આદર્શ માળખામાં ફેરવે છે જેથી (RFC 1122, RFC 1123) સેવાનું સંચાલન આનાથી સરળ થઈ જાય છે. સોફ્ટવેર એપ્લિકેશનના સૌથી ઉપરના ભાગે એપ્લિકેશન લેયરદા.ત. વેબ બ્રાઉઝર એપ્લિકેશન, અને તેની નીચે ટ્રાન્સપોર્ટ લેયર જે વિવિધ હોસ્ટને નેટવર્ક દ્વારા જોડે છે. (દા.ત. કલાયન્ટ સર્વર મોડેલ) અંદરના લેયરમાં બે પ્રકારના લેયર હોય છે. ઈન્ટરનેટ લેયર - જે કમ્પ્યુટરને એકબીજા નેટવર્ક સાથે જોડે છે જેથી ઈન્ટરનેટવર્કિંગ આ લેયર દ્વારા શક્ય બને છે. અને છેલ્લે નીચે સોફ્ટવેર લેયર હોય છે જે હોસ્ટ અને લોકલ લિંક વચ્ચે જોડાણ કરી આપે છે. જેને લિંક લેયર પણ કહે છે. દા.ત. લોકલ એરિયા નેટવર્ક અથવા ડાયલ અપ કનેક્શન. આ મોડેલને નેટવર્કિંગના TCP/IP મોડલ તરીકે ઓળખવામાં આવે છે. અન્ય મોડલ પણ વિકસ્યા છે જેમ કે ઓપન સિસ્ટમ ઈન્ટરકનેક્શન (Open Systems Interconnection - OSI) જેઓ અમલીકરણમાં અને વિગત આપવામાં એટલા કાર્યક્ષમ નથી.

ઈન્ટરનેટના મોડલનો સૌથી મહત્વનો ભાગ છે ઈન્ટરનેટ પ્રોટોકોલ જે કમ્પ્યુટરને ઈન્ટરનેટ પર એડ્રેસિંગ સિસ્ટમ આપે છે જેથી નેટવર્કિંગના ઈન્ટરનેટવર્કિંગ દ્વારા ઈન્ટરનેટનું જોડાણ શક્ય બનાવે છે. IPV4 જે પહેલાની પેઢીઓ દ્વારા વાપરવામાં આવતું હતું , જેનો હાલમાં પણ વ્યાપક ઉપયોગ થાય છે. આની ડીઝાઈન ૪.૩ અબજ (૧૦ ) સુધીના ઈન્ટરનેટ હોસ્ટના એડ્રેસિંગ માટે કરવામાં આવી હતી. જોકે ઈન્ટરનેટના વધારે પડતા વિકાસને કારણે IPv4 સિસ્ટમ ધીમી પડી ગઈ છે. આને પગલે નવું વર્ઝન IPv6 વિકસિત કરવામાં આવ્યું છે જે વધુ કાર્યક્ષમ છે અને ડેટા ટ્રાફિકને વધુ સારી રીતે રાઉટિંગ કરી શકે છે. IPv6 હાલમાં કર્મશિયલી રીતે વિશ્વમાં IPv6 અમલીકરણ (IPv6 deployment) કરવામાં આવ્યું છે.(પ્રયોગ ચાલી રહ્યો છે)

IPv6 ને IPv4 સાથે સરખાવી શકાય તેવું નથી. આ ઈન્ટરનેટનું સમાનંતર વર્ઝન છે જે IPv4 સોફ્ટવેર દ્વારા એક્સેસ કરી શકાતું નથી. આનો મતલબ એવો છે કે IPv6 ઈન્ટરનેટ સાથે કોમ્યુનિકેશન કરવા માંગતા દરેક નેટવર્કિંગ ડિવાઈસનું અપગ્રેડેશન કરવું જરૂરી છે. અત્યારની લેટેસ્ટ કોમ્યુટર ઓપરેટિંગ સિસ્ટમને બન્ને પ્રકારના ઈન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝનમાં કામ કરવા માટે સક્ષમ બનાવાયા છે. નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રકચરને કારણે હજૂ પણ આમાં વિકાસ સાધી શકાયો નથી.

રાઉટીંગ

[ફેરફાર કરો]
ઈન્ટરનેટ પેકેટ રાઉટીંગ ઈન્ટરનેટ સેવા પૂરી પાડનાર(ISP)ના વિવિધ સ્તરો વચ્ચે પરિપૂર્ણ થાય છે.

ઈન્ટરનેટ સેવા પ્રદાતાઓ બીજા પ્રદાતાઓના ગ્રાહકો ને પોતાના ગ્રાહકો સાથે જોડવાનું કાર્ય કરે છે. (આમાં રાઉટીંગના છેલ્લા સ્તરીકરણને સમાવેશ થાય છે) આ રાઉંટીંગ સ્તરીકરણના સૌથી ઉપર ટેન કે Tier 1 નેટવર્ક તરીકે ઓળખાતા મોટી દૂરસંચાર કંપનીઓ કે જે સીધી તમામ અન્ય અવેતન પિયરીંગ કરારો મારફતે Tear ૧ નેટવર્કો પર ટ્રાફિકનું આદાન-પ્રદાન કરે છે. Tier ૨ નેટવર્કો અન્ય ISP ના ઈન્ટરનેટ સંક્રમણ (હેરફેર) ખરીદવા માટે ઓછામાં ઓછા વૈશ્વિક ઈન્ટરનેટ પર કેટલાક પક્ષો પહોંચે છે, જોકે તેઓ પણ અવેતન પિયરીંગમાં શામેલ હોઈ શકે છે (સરખા કદના સ્થાનિક ISPને માટે) ISP એક જ અપસ્ટ્રીમ પ્રદાતાનો ઉપયોગ કરી શકે અથવા મલ્ટીહોમિંગનો ઉપયોગ કરી દરેક લીંકની સમસ્યાથી બચી શકે છે.

કમ્પ્યુટર અને રાઉટર IP પેકેટને સ્થાનિક મશીનોમાં મોકલવા માટે રાઉટીંગ ટેબલનો ઉપયોગ કરે છે. રાઉટીંગ ટેબલ નેટવર્ક ઈજનેર દ્વારા કે રાઉટરમાં રહેલા પ્રોટોકોલ કે DHCPની મદદથી આપોઆપ બને છે.

ઈન્ટરનેટ માળખું

[ફેરફાર કરો]

ઈન્ટરનેટ અને તેના માળખાનું ઘણું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. દાખલા તરીકે, ઈન્ટરનેટ પ્રોટોકોલ રાઉટિંગ સ્ટ્રકચર અને વર્લ્ડ વાઈડ વેબની હાઈપર ટેક્સ્ટ લિંક, સ્કેલ ફ્રી નેટવર્ક(scale-free network) તરીકે કૃતનિશ્ચિયી છે.

કમર્શિયલ ઈન્ટરનેટ પ્રોવાઈડર જે રીતે ઈન્ટરનેટ એક્સચેન્જ પોઈન્ટ(Internet exchange point) દ્વારા જોડાઈ છે. હવે નેટવર્કના રિચર્સ ઈન્ટરકનેક્ટને મોટા સબનેટવર્ક તરફ ઢાળી રહ્યા છે.આને લગતી યાદી નીચે મુજબ છે.

  • GEANT
  • GLORIAD
  • Internet2 નેટવર્ક (જે ને એબિલેન નેટવર્ક(Abilene Network) તરીકે ઓળખવામાં આવે છે. )
  • JANET (યુકેનું રાષ્ટ્રીય સંશોધન અને શૈક્ષણિક નેટવર્ક (National research and education network))

નાના નેટવર્ક માટે તેને બનાવવામાં આવ્યું છે. શૈક્ષણિક કમ્પ્યુટર નેટવર્ક ઓર્ગેનાઈઝેશન માટેની યાદી જુઓ

કમ્પ્યુટર નેટવર્ક ડાયાગ્રામ (computer network diagram) માં ઈન્ટરનેટને ક્લાઉડ સિમ્બોલ દ્વારા દર્શાવવામાં આવે છે. તેની અંદર અને બહાર નેટવર્ક કોમ્યુનિકેશન પાસ થાય છે.

અમેરિકાના કેલિફોર્નિયામાં મરિના ડેલ રે માં આવેલું ICANNનું હેડક્વાર્ટર.

ધ કમ્પ્યુટર કોર્પોરેશન ફોર એસાઈન્ડ નેમ એન્ડ નંબર, ઈન્ટરનેટના ડોમેઈન નેમ(Domain name), ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ (IP Address) અને પ્રોટોકોલ પોર્ટ અને પેરામિટર નંબર માટેની સુપ્રિમ સંસ્થા છે જે આ બાબતે કોર્ડિનેશન કરે છે. વૈશ્વિક રીતે નામ(દા.ત. જેમાં એક ધારણ કરનાર સંભવિત નામ માટે અરજી કરી શકે છે.) ઈન્ટરનેટ યોગ્ય રીતે કામ કરે તે માટે જરૂરી છે. મરિના ડેલ રે, કેલિફોર્નિયા ખાતે આઈસીએએનએનનું વડું મથક આવેલું છે. પણ તેની દેખરેખ આંતરરાષ્ટ્રીય બોર્ડ ઓફ ડીરેક્ટર દ્વારા રાખવામાં આવે છે. આ ડીરેક્ટરો ઈન્ટરનેટ ટેક્નિકલથી લઈને બિઝનેસ એકેડીમી અને નોન કમર્શિયલ કમ્યુનિટીમાંથી પણ આવે છે. ડોમેઈન નેમ સિસ્ટમમાં ડીએનએસ રૂટ ઝોન઼ (DNS root zone) ફાઈલમાં બદલાવ માટે હજૂ પણ અમેરિકન સરકારનો મહત્વનો રોલ છે. ઈન્ટરનેટ વિવિધ નેટવર્કો સાથે જોડાઈને બનેલું હોવાથી ઈન્ટરનેટને કોઈ સંચાલકિય સત્તામંડળ નથી. આઈસીએએનએન એ નામ આપવા માટે અને તેની વિવિધ બાબતો માટેની વૈશ્વિક કોર્ડિનેટિંગ બોડી છે પરંતુ તેનું કાર્ય માત્ર ડોમેઈન નેમ ,આઈપી એડ્રેસ(IP address), પ્રોટોકોલ પોર્ટ અને પેરામિટર નંબર્સ આપવા પૂરતુ જ સિમીત રહ્યું છે.

16 નવેમ્બર 2005ના રોજ ઈન્ફોર્મેશન સોસાયટી પર ઈન્ફોર્મેશન સોસાયટી અંગે વર્લ્ડ સમિટ ટુનિસ(Tunis) ખાતે યોજાઈ હતી. જેમાં ઈન્ટરનેટને લગતા મુદ્દાઓ માટે ઈન્ટરનેટ ગવર્નન્સ ફોરમ(Internet Governance Forum)ની સ્થાપના કરાઈ હતી.

ઈન્ટરનેટની પ્રચલિત ભાષા અંગ્રેજી છે. આનું કારણ એ હોઈ શકે છે કે ઈન્ટરનેટનો ઉદભવ અંગ્રેજી દેશોમાં થયો છે. તેમજ અંગ્રેજી ભાષાનો રોલ તેમાં મહત્વનો છે. આનું કારણ એ પણ હોઈ શકે છે કે અમેરિકામાં પહેલાના જે કમ્પ્યુટર હતા તેઓ અંગ્રેજી ભાષાના લેટીન વર્ણમાળા સિવાયના શબ્દોને હેન્ડલ કરી શકતા ન હતા.

અંગ્રેજી ભાષા (કુલ મુલાકાતીના 29 %) બાદ વર્લ્ડ વાઈડ વેબ પર સૌથી વધુ વિનંતી કરાયેલી ભાષાઓમાં ચીની ભાષા (19 %), સ્પેનિશ ભાષા (9 %), જાપાનીઝ ભાષા (6 %), ફ્રેન્ચ ભાષા(5%) અને જર્મન ભાષા(4 %)નો સમાવેશ થાય છે. [૧૦]

પ્રદેશવાર જોઈએ તો , વિશ્વના 40% ટકા ઈન્ટરનેટ વપરાશકર્તાઓ એશિયાના છે. 26% યુરોપના, 17% ઉત્તર અમેરિકાના, 10% લેટીન અમેરિકા અને કેરેબિયનના, 4% આફ્રિકાના, 3% મધ્ય પુર્વના and 1% ટકા ઓસ્ટ્રેલિયાના છે.[૧૧]

હાલના વર્ષોમાં ઈન્ટરનેટ ટેક્નોલોજી પુરતા પ્રમાણમાં વિકસી છે અને તેમાં પણ યુનિકોડના ઉપયોગ બાબતે, યુનિકોડમાં વિશ્વની ઘણી ભાષાઓમાં વાતચીત અને વિકાસ માટેની સુવિધા છે. જો કે, તેમાં કેટલીક તકલીફોનો ઉકેલ હજી શોધી શકાયો નથી જેમ કે મોજિબેક (mojibake) (વિદેશી ભાષાઓને ખોટી રીતે દર્શાવે છે જેને kryakozyabry તરીકે પણ ઓળખાવાય છે.)

ઈન્ટરનેટ અને ઓફિસ

[ફેરફાર કરો]

ઈન્ટરનેટ દ્વારા સ્થળ અને કામ કરવાના કલાકોમાં ઘણી લવચીકતા(છુટછાટ) મળે છે અને તેમાં પણ જ્યારે તમારી પાસે ખુબ ઝડપી કનેક્શન અને વેબ એપ્લિકેશન હોય છે ત્યારે.હાલમ ઘણી ઓફિસો પોતાના કર્મચારીઓ ને ઘરેથી કામ કરવાની છૂટ આપતી થઇ છે. જેનાથી ઓફીસને પોતાના સ્ત્રતો (વીજળી, પાણી, ખાધા-ખોરાકી વિ.) પર આવતા ખર્ચ પર રાહત મળે છે અને કર્મચારી પોતાના ઘરેથી VPN કે Cloud Computing જેવી તકનીકોની મદદથી પોતાનું કાર્ય પોતાની રીતે પતાવી પોતાની ઓફીસને પરત કરે છે.

મોબાઈલ પર ઈન્ટરનેટ સર્ફિંગ કરવું

[ફેરફાર કરો]

હવે ઈન્ટરનેટને વિવિધ સાધનો દ્વારા એક્સેસ કરી શકાય છે. મોબાઈલ ફોન , ડેટાકાર્ડ, હેન્ડહેલ્ડ, ગેમ કોન્સોલ(game console) અને સેલ્યુલર રાઉટર(cellular router) દ્વારા યુઝર્સ ગમે ત્યાંથી ઈન્ટરનેટને એક્સેસ કરી શકે છે. આ સાધનોમાં સેલ્યુલર નેટવર્કને મદદ કરતી ટેક્નોલોજી હોય છે.

જો કે, તેમાં કેટલીક મર્યાદા છે જેમ કે નાનું સ્ક્રીન કે પછી અમુક ચોક્કસ જ સુવિધાઓ આ ખિસ્સામાં રહી શકે તેવી આ ડિવાઈસમાં હોય છે, ઈન્ટરનેટની મોટાભાગે બધા જ પ્રકારની સુવિધાઓ જેમા ઈમેલ અને વેબ બ્રાઉઝીંગની પણ સામેલ છે તે સુવિધા આ ડિવાઈસ દ્વારા મેળવી શકા છે. જો કે સર્વિસ પ્રોવાઈડર તેમાંની કેટલીક સર્વિસને નિયંત્રિત પણ કરી શકે છે અને ડેટા એક્સેસ પર પૈસા પણ વસુલ કરે છે. જ્યારે ઘરે વપરાશમાં વધુ પૈસા લાગતા નથી.

સામાન્ય વપરાશ

[ફેરફાર કરો]

ઈન્ટરનેટનું આગવું સંશોધન ઈમેલ છે. ઈમેલ દ્વારા બે પક્ષો એક બીજાને ઈલેક્ટોનિક ટેક્સ્ટ મેસેજ મોકલી શકે છે જે દ્વારા તેઓ પત્રો અને મેમો પણ મોકલાવી શકે છે. આજની તારીખે પણ, ઈન્ટનેટ અને ઈન્ટરનેટ ઈ-મેલ સિસ્ટમનો ભેદ પારખવો જરૂરી છે. ઈન્ટરનેટ ઈમેલ મોકલનાર અને મેળવનારના કંટ્રોલ બહાર ઘણા બધા નેટવર્કમાંથી પસાર થાય છે. અને તેને ત્યાં સંગ્રહિત પણ કરવામાં આવે છે. આ સમય દરમિયાન ઈ-મેલને વાંચી પણ શકાય છે અને ત્રીજા પક્ષ દ્વારા તેમાં છેડછાડ પણ શક્ય બને છે. ઈન્ટરનેટ મેલ સિસ્ટમ કે જ્યા કોર્પોરેટ કે સંસ્થાના નેટવર્ક પર માહિતી છોડી દેવામાં આવતી નથી ત્યા ઈમેલ વધુ સુરક્ષિત છે. જો કે ઘણા બધા સગંઠનોમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી(આઈટી) અને અન્ય લોકો કે જેઓની નોકરી મોનિટરિંગ કરવાની અને ક્યારેક આ માહિતી એક્સેસ કરવાની છે તેઓ આ માહિતી વાંચી શકે છે. અત્યારે લોકો ઈમેલમાં ચિત્ર અને ફાઈલ જોડીને મોકલી શકે છે. અત્યારના ઈ-મેલ સર્વર વિવિધ ઈ-મેલ એડ્રેસને ઈમેલ મોકલી શકવા માટે સક્ષમ હોય છે.

વર્લ્ડ વાઈડ વેબ

[ફેરફાર કરો]
WWW ની સચિત્ર રજૂઆત હાઈપરલિંક દર્શાવે છે.

ઘણા લોકો ઈન્ટરનેટ અને વર્લ્ડ વાઈડ વેબ(અને ઘણી વખત માત્ર વેબ) તરીકે સંબોધે છે, પરંતુ આપણે ઉપર ચર્ચા કરી તેમ આ બન્ને એકબીજાના સમાનાર્થી નથી.

વર્લ્ડ વાઈડ વેબ એ એકબીજા સાથે સંકળાયેલા ડોક્યુમેન્ટ(દસ્તાવેજ), કમ્પ્યુટર ગ્રાફિક્સ(ઈમેજ) અને વિવિધ સાધનસામગ્રીનો સેટ છે જે હાઈપર લિંક અને યુઆરએલ(URLs) દ્વારા જોડાયેલા હોય છે. આ હાઈપર લિંક અને યુઆરએલ HTTP (હાઈપર ટેક્ષટ ટ્રાન્સફર પ્રોટોકોલ) દ્વારા વેબ સર્વર કે અન્ય મશીનમાં સંગ્રાહેલી માહિતી અને સાધનસામગ્રીને જોવાની પરવાનગી આપે છે. ઈન્ટરનેટ માટે કોમ્યુનિકેશન કરવા માટે માત્ર HTTPનો ઉપયોગ કરવામાં આવે છે.

બિઝનેસ લોજિક અને ડેટાની હેરફેર માટે વેબ સર્વિસ HTTPનો ઉપયોગ કરે છે જેથી સોફ્ટવેર સિસ્ટમ વ્યવસ્થિત રીતે સંપર્કમાં રહી શકે છે.

હાલમાં વેબસાઈટ પરથી માહિતી મેળવવા માટે જે સોફ્ટવેર પ્રોડક્ટનો ઉપયોગ થાય છે તેને યુઝર્સ એજન્ટ (user agent) કહેવાય છે. સામાન્ય વપરાશમાં, વેબ બ્રાઉઝર જેવા કે ઈન્ટરનેટ એક્સપ્લોરર, ફાયરફોક્સ ગૂગલ_ક્રોમ અને એપલ સફારી વિ. દ્વારા વેબ પેજ એક્સેસ કરી શકાય છે જેથી યુઝર્સ એક થી બીજા વેબ પર હાઈપરલિંક દ્વારા જઈ શકે છે. વેબ દસ્તાવેજોમાં કમ્પ્યુટર ડેટા જેમાં ગ્રાફિક્સ, સાઉન્ડ, વાક્યો, વિડીયો, મલ્ટીમિડીયા અને અન્ય ઈન્ટરએક્ટીવ કન્ટેન્ટ જેમ કે વેબ ગેમ્સ, ઓફિસ એપ્લિકેશન તેમજ અન્ય સાઈન્ટિફિક ડેમોસ્ટ્રેશનનો, સમાવેશ થાય છે.

કિવર્ડ(ઈન્ટરનેટ સર્ચ) વડે Yahoo શોધ એન્જીન અને Google (શોધ એન્જિન) જેવા વેબ સર્ચ એન્જિન ઈન્ટરનેટ સંશોધન કરી શકે છે. કરોડો લોકો આ દ્વારા વિવિધ પ્રકારની માહીતી ઓનલાઈન મેળવે છે. પરંપરાગત પુસ્તકાલય અને એન્સાયક્લોપેડિયા(જ્ઞાનકોષ) ની સરખામણીમાં ઈન્ટરનેટ વિવિધ જગ્યાઓએ પડેલી માહિતી અને ડેટા મેળવી શકાય છે.

વિવિધ જગ્યાએ રહેલા શ્રોતાજન માટે સંસ્થાઓ અને વ્યકિતઓ વડે ઈન્ટરનેટના માધ્યમ દ્વારા ભિન્ન ભિન્ન પ્રકારના આઈડિયા અને માહિતી પ્રસિદ્ધ કરવી પહેલા કરતા વધુ સરળ બની ગયું છે. વેબ પેજ પર, બ્લોગ પર કે ખુબ જ નાની કિંમત બનાવાયેલી વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલી માહિતી કોઈ પણ શોધી શકે છે. જો કે, હાલમાં પણ મોટી વ્યવસાયી વેબસાઈટને વધુ આકર્ષક, ભિન્ન અને અપ ટુ ડેટ રાખવા માટે ઘણા બધા પૈસાની જરૂર પડે છે.

ઓનલાઈન ડાયરી જે સમય સમયે અપડેટ કરી શકાય છે તે માટે ઘણા બધા લોકો અને કંપનીઓ વેબ બ્લોગનો મોટાપાયે વપરાશ કરે છે. કેટલાક વ્યવસાયીક સંસ્થાઓ તેમના કર્મચારીઓને સલાહ આપે છે કે પોતાના વિચારો, પોતાની વિશિષ્ટતા, અને માહિતી બ્લોગ દ્વારા અભિવ્યકત કરે, જેથી મુલાકાતી આ પ્રકારની માહિતીથી ખુશ થાય છે અને અંતે તે કોર્પોરેશન તરફ આકર્ષિત થાય છે. આનું એક ઉદાહરણ છે માઈક્રોસોફ્ટ, આ કંપનીના સોફ્ટવેર ડેવલપર પોતાના કાર્યમાં લોકોનું ધ્યાન ખેંચવા માટે અંગત બ્લોગ પર કાર્યક્રમને લગતી માહિતી પ્રસિદ્ધ કરે છે.

મોટા સર્વિસ પ્રોવાઈડર્સ દ્વારા પબ્લિશ કરાયેલા અંગત વેબ પેજીસ ઘણા લોકપ્રિય નિવડ્યા છે અને તેમાં વધુને વધુ સોફિસ્ટિકેશન પણ આવી રહ્યું છે. વેબના આરંભકાળથી એન્જલફાયર અને જીઓસીટીઝ અસ્તિત્વમાં છે, આ ઉપરાંત તેના જેવા જ ફેસબુક અને માયસ્પેસ જે હાલમાં ઘણા લોકપ્રિય છે. આ ઓપરેશનો સામાન્ય વેબ પેજ હોસ્ટની જગ્યાએ સોશિઅલ નેટવર્ક સર્વિસ તરીકે ઓળખાવાય છે

લોકપ્રિય વેબ પેજીસ પર ઓનલાઈન એડવર્ટાઈઝીંગ આકર્ષક હોઈ શકે છે અને ઈ-કોમર્સ અને વેબ સાઈટ દ્વારા સેવાઓ અને વસ્તુઓનું વેચાણ સતત વધી રહ્યું છે.

હાલના દિવસોમાં વેબ સર્વસમાં સંગ્રહિત કરાયેલા વેબ પેજ HTML ટેક્ષ ફાઈલમાં બનાવવામાં આવે છે. તાજેતરમાં, વેબસાઈટ કન્ટેન્ટ મેનેજમેન્ટ(content management) અને વિકી સોફ્ટરવેરનો ઉપયોગ કરે છે જેમાં શરૂઆતમાં ઘણું ઓછું કન્ટેન્ટ હોય છે. આ સિસ્ટમના સહાયક કે જે સ્ટાફ કે કોઈ કલ્બના મેમ્બર કે પછી સંગઠનના સભ્ય અથવા સામાન્ય પ્રજામાંથી કોઈ પણ હોઈ શકે છે, તેઓ આ હેતુ માટે ડીઝાઈન કરવામાં આવેલા એડીટ પેજીસમાં આપવામાં આવેલા ડેટાબેઝનો ઉપયોગ કરે છે. જ્યારે સામાન્ય મુલાકાતી અંતિમ એચટીએમએલ ફોર્મને જ જુએ છે. ટાર્ગેટ વિઝિટર્સ માટે આ વસ્તુ ઉપલબ્ધ બને તે માટે ઘણી વખત એપ્રુવલ કે સિક્યુરિટી સિસ્ટમ બનાવાય છે અને ઘણી વખત નથી બનાવવામાં આવતી.

રીમોટ એક્સેસ

[ફેરફાર કરો]

વિશ્વમાં ગમે તે ખુણામાં બેઠેલો યુઝર્સ ઈન્ટરનેટના માધ્યમ દ્વારા અન્ય કમ્પ્યુટર સાથે જોડાઈ શકે છે અને માહિતીનો સંગ્રહ કરી શકે છે. આવું કરવા ઈચ્છતો વ્યકિત તેની જરૂરિયાત મુજબ કમ્પ્યુટર સિક્યુરીટી(Computer security) ઓથેન્ટીકેશન અને એન્સ્ક્રીપ્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરી પણ શકે છે અને નથી પણ કરતો.

ઘરે બેઠા જ કામ કરી શકાય તેવો આ નવતર પ્રકારનો રસ્તો છે જે વિવિધ ઉદ્યોગોમાં એકબીજા સાથે મળીને અને માહીતીના આદાનપ્રદાન વડે કામ કરાય છે. ઘરે બેઠેલો હિસાબનીશ(એકાઉન્ટન્ટ) બીજા દેશમાં સ્થિત કંપનીનું ઓડીટ ત્રીજા જ દેશમાં સ્થિત સર્વર વડે તપાસી શકે છે, વળી પાછું આ સર્વર કોઈ ચોથા જ દેશના આઈટી નિષ્ણાતો દ્વારા ચલાવવામાં આવતું હોય છે. તેમજ આ એકાઉન્ટ કોઈ ઘરે બેઠા કામ કરતા કોઈ બુકકિપર દ્વારા બનાવવામા આવ્યા હોય છે જેને વિશ્વભરમાંથી વિવિધ માહિતીઓ ઈમેલ દ્વારા મોકલવામાં આવે છે. આમાની ઘણા કાર્યો ઈન્ટરનેટનો વપરાશ વધ્યો તે પહેલા કરવામાં આવતા હતા, પરંતુ પ્રાઈવેટ લીઝ લાઈન નો ખર્ચ ઘણો આવતો હતો જેથી તે બધા જ લોકો માટે શક્ય ન હતી.

રજા માટે કે પછી બિઝનેશ ટ્રીપમાં બહાર ગયેલી વ્યકિત તેના ડેસ્કટોપ કમ્પ્યુટરથી દુર હોય છે ત્યારે તે પોતાના ઓફિસના કમ્પ્યુટરને રીમોટ ડેસ્કટોપ પ્રોટોકોલ (Remote Desktop Protocol) વડે ઈન્ટનેટના વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક(VPN) દ્વારા સુરક્ષિત રીતે ખોલી શકે છે. આના દ્વારા ઓફિસથી દુર વ્યકિત તેના કમ્પ્યુટરમાં રહેલી સામાન્ય ફાઈલો અને ડેટાને એકસેસ કરી શકે છે જેમા ઈમેલ અને અન્ય એપ્લિકેશનનો પણ સમાવેશ થઈ જાય છે.

જો કે કેટલીક નેટવર્ક સિક્યુરીટી કંપનીઓ આને વર્ચ્યુઅલ પ્રાઈવેટ નાઈટમેર(દુઃખદ સ્વપ્ન) પણ ગણે છે. કારણ કે ઓફિસના સુરક્ષિત વિસ્તાર બહાર કર્મચારીના ઘરે પણ આ દ્વારા કમ્પ્યુટરનો ઉપયોગ થઈ શકે છે.

કેટલાક ઓછી કિંમતમાં ફળીભૂત થાય તેવા આઈડીયા દ્વારા, માહીતી અને સ્કિલનું આદાનપ્રદાન અને સહયોગ ઘણું જ સરળ બની ગયું છે. પોતાના આઈડિયા એકબીજા સાથે શેર કરવાની સાથે સાથે વાતચીત કરવા ઉપરાંત, ઈન્ટરનેટના વિશાળ વ્યાપને કારણે આવા ગ્રુપની રચના પણ સરળ રીતે થઈ શકે છે. આના ઉદાહરણ છે ફ્રી સોફ્ટવેર ચળવળ(free software movement) જેણે લીનક્સ,મોઝીલા ફાયરફોક્સ, અને ઓપનઓફિસ.ઓઆરજી(OpenOffice.org) જેવી એપ્લીકેશનો બનાવી છે.

આઈઆરસી(IRC), ચેટ રૂમ, ચેનલ કે પછી ઈન્સ્ટન્ટ મેસેજિંગ સિસ્ટમ દ્વારા ઈન્ટરનેટ ચેટ(વાતચીત) કરી શકાય છે. આ દ્વારા દિવસ દરમિયાન જ્યારે તેઓ પોતાના ઘરમાં કામ કરતા હોય છે ત્યારે તેમના મિત્રો અને સહયોગી સાથે આસાનીથી વાતચીત કરી શકે છે. ઈમેલ કરતા પણ સરળતાથી અને ઝડપથી મેસેજનું આદાનપ્રદાન કરી શકાય છે. ટીમ મેમ્બર્સ વચ્ચે આ સિસ્ટમ દ્વારા એક વાઈટબોર્ડ અસ્તિત્વમાં આવે છે દ્વારા તેઓ વોઈસ અને વિડીયો દ્વારા કનેક્ટ રહી શકે છે.

વર્ઝન કંટ્રોલ(Version control) સિસ્ટમ દ્વારા શેર્ડ ડોક્યુમેન્ટ પર કામ કરતી વિવિધ ટીમોને સાથે કામ કરવાનો મોકો આપે છે. જેમાં કેટલીક સુવિધાઓ એવી છે જેમ કે એક બીજાનું કામ ઓવર રાઈટ થઈ જતું નથી, તેમજ ડોક્યુમેન્ટ મોકલી દીધા છે ત્યાં સુધી રાહ જોવાની જરૂર પડતી નથી.

બિઝનેશ અને પ્રોજેક્ટ ટીમ માહિતીની સાથે સાથે વિવિધ દસ્તાવેજો અને કેલેન્ડરને પણ શેર કરી શકે છે. આ પ્રકારના સહકાર વિવિધ વૈજ્ઞાનિક રિસર્ચ , સોફ્ટવેર ડેવલોપમેન્ટ, કોન્ફરન્સ પ્લાનિંગ, રાજકીય પ્રવૃતિઓ અને ક્રિએટીવ રાઈટીંગ દરમિયાન થાય છે.

ફાઈલ શેરિંગ

[ફેરફાર કરો]

કમ્પયુટર ફાઈલને ઈ-મેલ એટેચમેન્ટ તરીકે ગ્રાહકો, કોલેજોને, અને મિત્રોને ઈલેક્ટ્રોનિક મેલના માધ્યમ દ્વારા મોકલી શકાય છે. અન્ય લોકો આ એટેચ વસ્તુને સરળતાથી ડાઉનલોડ કરી શકે તે માટે તેને વેબસાઈટ અથવા FTP સર્વર વડે અપલોડ કરવામાં આવે છે. આ વસ્તુને સાથીદારો યોગ્ય રીતે વાપરી શકે તે માટે શેર્ડ લોકેશન અથવા ફાઈલ સર્વરમાં મુકવામાં આવે છે. જ્યારે ડાઉનલોડની સંખ્યા વધારે હોય ત્યારે ઘણા યુઝર્સ મિરર સર્વર અથવા પીઅર-ટુ-પીઅર નેટવર્કનો ઉપયોગ કરે છે.

આમાં કેટલાક કેસમાં, ફાઈલના એક્સેસ હક્કોને યુઝર્સ પ્રમાણભૂતતા દ્વારા કંટ્રોલ કરી શકે છે. આ ફાઈલને શેર કરવા માટે પૈસા માંગવા કે અન્ય કોઈ વિધીઓ પસાર કર્યા બાદ એનક્રિપ્શન દ્વારા જ આ ફાઈલ મેળવી શકાય છે. વપરાશકરતા હોય તેના દ્વારા આની કિંમત ચુકવવામાં આવે છે. દાખલા તરીકે ક્રેડીટ કાર્ડ ધારક જેની બધી જ વિગતો પાસ થઈ ચુકી છે તે આ ઈન્ટરનેટ દ્વારા આ ફાઈલો એકસેસ કરી શકે છે.ફાઈલની પ્રમાણભૂતતા અને મુળ ડીજિટલ હસ્તાક્ષર અથવા એમડી5(MD5) તેમજ અન્ય રીતો દ્વારા ચેક કરવામાં આવી શકે છે.

ઈન્ટરનેટની આ સામાન્ય લાક્ષ્ણિકતાને કારણે, વિશ્વમાં, ઉત્પાદન, વેચાણ, અને વહેંચણીના ઢાંચાને કમ્પયુટર ફાઈલના ટ્રાન્સમિશન સુધી ઘટાડી દીધો છે. જેમાં બધા જ પ્રકારના પ્રિન્ટ પબ્લિકેશન, સોફ્ટવેર પ્રોડક્ટ, ન્યુઝ, મ્યુઝીક, વિડીયો, ફિલ્મ, પોર્નોગ્રાફી, ગ્રાફિક અને કળાના અન્ય વિષયોનો સમાવેશ થાય છે. આને કારણે હાલમાં અસ્તિત્વ ધરાવતા ઉદ્યોગો કે જેઓ આ પ્રોડક્ટનું ઉત્પાદન અને વેચાણ કરતા હતા તેઓની કાર્યરીતમાં અભૂતપૂર્વ પરિવર્તન આવી ગયું છે.

સ્ટ્રીમિંગ મીડિયા

[ફેરફાર કરો]

ઘણા રેડિયો અને ટેલીવિઝન બ્રોડકાસ્ટર્સ હવે ઈન્ટરનેટ પર તેમના ઓડિયો અથવા વિડિયોની "ફિડ્સ" પુરી પાડી રહ્યા છે. દા.ત. બીબીસી ઈન્ટરનેટ આ ઉપરાંત તેઓ પ્રિવ્યુ, ક્લાસિક ક્લિપ અને કોઈ ખાસ ક્લિપને ફરીથી જોવાની કે સાંભળવાની સુવિધાઓ આપે છે. આ ઉપરાંત કેટલાક બ્રોડકાસ્ટર્સ એવા પણ હોય છે જેઓ ખરેખરમાં કોઈ વસ્તુ પ્રસિદ્ધ કરવા માટે એર-લાયસન્સ ધરાવતા નથી. આનો મતલબ એમ કે ઈન્ટરનેટ સાથે જોડાયેલું સાધન, જેમ કે કમ્પ્યુટર કે બીજું કંઈ, જે દ્વારા તેઓ પહેલા માત્ર ટેલીવિઝન,રેડિયો કે અન્ય દ્વારા જ મેળવી શકતા હતા તેવું મીડિયા તેઓ ઓનલાઈન મેળવી શકે છે. ઈન્ટરનેટ પર ઉપલબ્ધ વસ્તુઓમાં તેની સંખ્યા વધુ વિશાળ થઈ છે. અંહી પોર્નોગ્રાફીથી લઈને કોઈ ચોક્કસ વસ્તુ અને ટેકનિકલ વેબકાસ્ટ સુધીની વસ્તુઓ અંહી ઉપલબ્ધ બને છે. પોડકાસ્ટીંગ(Podcast)એક અલગ પ્રકારની વસ્તુ છે જેમાં સામાન્ય રીતે ઓડિયો મટીરીયલ ડાઉનલોડ કરવામાં આવેય છે અને તેને કમ્પ્યુટર કે પોર્ટેબલ મિડિયા પ્લેયરમાં ખસેડવામાં આવે છે જેથી ગમે ત્યારે તેને સાંભળી શકાય છે. અથવાસામાન્ય સાધનો દ્વારા, કોઈ પણ વ્યકિત થોડી ઘણી સેન્સરશીપ કે લાયસન્સિંગ કંટ્રોલ દ્વારા ઓડિયો કે વિડિયો મટીરીયલને વૈશ્વિક ધોરણે બ્રોડકાસ્ટ કરી શકે છે.

વેબકેમને ઈન્ટરનેટને વધુ કોમ્યુનિકેટીવ બનાવતી વસ્તુઓંમાં નીચી કિંમતે ઉપલબ્ધ ઉપકરણ છે. કેટલાક વેબકેમ ફુલ ફ્રેમ રેટ વિડીયો આપે છે જે દ્વારા સામાન્ય રીતે ચિત્ર નાનું દેખાય છે અથવા અપડેટ ધીમે ધીમે થાય છે. ઈન્ટરનેટ વપરાશકર્તાઓ તેમની આસપાસ ફરતા પ્રાણીઓ, પાણીમાં તરતી સ્ટિમર, કે પછી સ્થાનિક ટ્રાફિક અથવા તેમની જ કેટલીક જગ્યાઓનું મોનેટરિંગ જીવંત અને રિઅલ ટાઈમમાં કરી શકે છે. કેટલાક ઈન્ટરનેટ વપરાશકર્તાઓ પાસે વેબકેમ હોય છે પરંતુ બે બાજુનો જોઈએ તેવો સાઉન્ડ કેટલાક પાસે હોય છે અને કેટલાક પાસે નથી હોતો. આમ છંતા વિડીયો ચેટ રૂમ અને વિડીયો કોન્ફરન્સિંગ ઘણા લોકપ્રિય છે.

૧૫ જાન્યુઆરી ૨૦૦૫ના રોજ યુટ્યુબ(YouTube)ની રચના કરવામાં આવી હતી. જે હાલમાં ફ્રિ વિડીયો સ્ટ્રિમિંગ(અપલોડ અને જોવાની)ની સૌથી લોકપ્રિય સાઈટ છે જેના ઘણા યુઝર્સ છે. વિડીયોને સ્ટ્રિમ કરવા અને તેને જોવા માટે ફ્લેશ(Adobe Flash)બેઝ વેબ પ્લેયરનો ઉપયોગ કરવામાં આવે છે. અંહી યુઝર્સ સાઈન અપ કર્યા વગર (એટલેકે અહીં પોતાનું નામ રજીસ્ટર કરવુ પડતું નથી) વિડીયો જોઈ શકે છે. જો કે તેઓ સાઈન અપ કરે તો તેઓ અમર્યાદ પ્રમાણમાં વિડીયો અપલોડ કરી શકે છે અને પોતાની પ્રોફાઈલ બનાવી શકે છે. યુટ્યુબે કરેલા દાવા મુજબ તેઓના યુઝર્સ રોજે લાખોની સંખ્યામાં વિડીયો જોવે છે અને અપલોડ કરે છે. [૧૨]

ઈન્ટરનેટ ટેલિફોની(VoIP)

[ફેરફાર કરો]

વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ(Internet Protocol) તરીકે ઓળખાતું VoIPને કારણે ઈન્ટરનેટ દ્વારા વાતચીત શક્ય બને છે. આ યોજનાની શરૂઆત ૧૯૯૦ના દાયકામાં થઈ જ્યારે વોકી-ટોકીજેવી વોઈસ એપ્લિકેશન કમ્પ્યુટર માટે વિચારવામાં આવી. તાજેતરના વર્ષોમાં VoIP સિસ્ટમ એક સામાન્ય ટેલિફોન હોય તેવી જ રીતે વપરાય છે અને તેના જેવી જ સુવિધાજનક છે. આનો ફાયદો એ છે કે, ઈન્ટરનેટ દ્વારા વોઈસ ટ્રાફિકનું વહન કરવામાં આવતું હોવાથી VoIP મોટાભાગે મફત હોય છે અથવા પરંપરાગત ટેલિફોન કરતા તેની કિંમત ઓછી હોય છે. જ્યારે લાંબા અંતરના ફોન કેબલ મોડેમ કે ADSL દ્વારા કરવામાં આવે છે ત્યારે તે ઘણા જ લાભદાયી સાબિત થાય છે.

VoIPએ લોકોને પરંપરાગત ટેલિફોનનો વિકલ્પ આપ્યો છે. આ સુવિધામાં હવે વધારો થઈ રહ્યો છે વિવિધ પ્રોવાઈડર્સ તેઓની કાર્યક્ષમતા સુધારી રહ્યા છે. અને પરંપરાગત ટેલિફોન નંબર પર કે તેના પરથી કરવામાં આવેલા કોલ મેળવી શકાય છે. આ ઉપરાંત હવે VoIP નેટવર્ક એડેપ્ટર પણ ઉપલબ્ધ બન્યુ છે જેના દ્વારા કમ્પ્યુટરની પણ જરૂરિયાત રહેતી નથી.

વિવિધ કોલોમાં ભિન્ન ભિન્ન પ્રકારની વોઈસ ક્વોલિટી હોય છે પરંતુ મોટાભાગે પરંપરાગત ટેલિફોન કરતા તેની ગુણવત્તા સમાંતર કે ઘણી વખત તેનાથી પણ ચડીયાતી હોય છે.

VoIP માટે હજૂ પણ સમસ્યા હોય તો તે છે ઈમરજન્સી ટેલિફોન નંબર અને તેની વિશ્વાસપાત્રતા. હાલમાં, VoIP કટોકટીની સેવાઓ આપે છે પરંતુ તે વૈશ્વિક રીતે ઉપલબ્ધ નથી. પરંપરાગત ફોન લાઈન દ્વારા પાવર મેળવે છે જે વીજ પુરવઠો જતો રહે તો પણ ચાલુ રહે છે. પરંતુ VoIPના ઈન્ટરનેટ અને ફોન ઉપકરણ અખંડિત વિજ પુરવઠા વગર ચાલી શકે નહીં.

VoIP ગેમિંગને લગતી એપ્લિકેશનને કારણે પણ લોકપ્રિય થઈ રહી છે કારણ કે VoIP દ્વારા ખેલાડીઓ એકબીજા સાથે વાતચીત કરી શકે છે. ગેમિંગ માટેના જાણીતા હોય તેવા VoIP ગ્રાહકો વેન્ટ્રીલો અને ટીમસ્પિક(Teamspeak) તેમજ અન્ય છે. પ્લેસ્ટેશન 3 અને એક્સબોક્સ 360 પણ VoIP ચેટની સુવિધા ઓફર કરે છે.

ઈન્ટરનેટનો ઉપયોગ (Access)

[ફેરફાર કરો]

ઈન્ટરનેટને એકસેસ કરવાની પદ્ધતિઓમાં ડાયલ-અપ ઈન્ટરનેટ એક્સેસ, લેન્ડલાઈન, બ્રોડબેન્ડ ઈન્ટરનેટ એક્સેસ કોએક્સિઅલ કેબલ દ્વારા, ફાઈબર ઓપ્ટીક અથવા કોપર વાયર દ્વારા, વાઈ-ફાઈ, સેટેલાઈટ ઈન્ટરનેટ અને ૩જી/4જી ટેકનોલોજી ધરાવતા મોબાઈલ ફોનનો સમાવેશ કરી શકાય છે.

ઈન્ટરનેટ વાપરવા માટેના જાહેર સ્થળોમાં લાઈબ્રેરી, ઈન્ટરનેટ કાફેનો સમાવેશ થાય છે જ્યા ઈન્ટરનેટ કનેક્શન ધરાવતા કમ્પ્યુટર ઉપલબ્ધ હોય છે. ઘણા જાહેર સ્થળોએ ઈન્ટરનેટ એકસેસ પોઈન્ટ હોય છે જેમ કે એરપોર્ટ હોલ કે કોફીશોપમાં, કે જ્યા થોડા સમય માટે જ ઈન્ટરનેટનો ઉપયોગ કરવાનો હોય છે. આ માટે કેટલાક શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે "પબ્લિક ઈન્ટરનેટ કિઓસ્ક", "પબ્લિક એક્સેસ ટર્મિનલ "અને "વેબ પેફોન(payphone).હવે કેટલીક હોટલો પણ ફી લઈને પબ્લિક ટર્મિનલ પ્રોવાઈડ કરે છે.

આ ટર્મિનલ ટીકીટ બુકિંગ, બેંક ડીપોઝીટ કે ઓનલાઈન પેમેન્ટ માટે વપરાશ કરવામાં આવે છે. વાઈફાઈ દ્વારા કમ્પ્યુટર દ્વારા વાયરલેસ ઈન્ટરનેટ એકસેસ કરી શકાય છે. હોટસ્પોટ(વાઈફાઈ) જેવી કહેવાતી આ સુવિધા વાઈફાઈ કાફે પણ પૂરી પાડે છે. જયાં યુઝર્સે વાયરલેસ-ઈનેબલ ડિવાઈસ જેવી કે લેપટોપ, પર્સનલ ડીજિટલ આસિસ્ટન્ટ(PDA) લાવવાની હોય છે. આ સુવિધા ગ્રાહકો માટે મફત પણ હોઈ શકે છે અને તેની ફી પણ હોઈ શકે છે. વાઈફાઈ માટે કોઈ ચોક્કસ વિસ્તારની જરૂરિયાત નથી રહેતી. સમગ્ર કેમ્પસ કે પાર્ક, અથવા સમગ્ર શહેરને પણ આ સુવિધા દ્વારા સાંકળી શકાય છે. પાયાના પ્રયત્નોને કારણે વાયરલેસ કમ્યુનિટી નેટવર્ક સુધી પહોંચી શકાયું છે. લંડન, વિયેના, ટોરન્ટો, સાન ફ્રાન્સિસ્કો, ફિલાડેલ્ફિયા, શિકાગો અને પીટ્સબર્ગ જેવા શહેરોના મોટાભાગને વાઈફાઈની વ્યવસાયિક સેવાઓ દ્વારા આવરી લેવામાં આવ્યો છે. જેથી બગીચામાં બેઠા બેઠા ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકાય છે. [૧૩]

વાઈફાઈની સુવિધા ઉપરાંત મોબાઈલ વાયરલેસ નેટવર્ક જેમ કે રીકોચેટ(ઈન્ટરનેટ સર્વિસ)(Ricochet) દ્વારા સેલફોન નેટવર્ક અને ફિક્સ વાયરલેસ સર્વિસનો ઉપયોગ કરી હાઈસ્પીડ ડેટા સર્વિસ પુરી પાડવાનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.

હાઈટેક ફોન જેવા કે સ્માર્ટફોન હવે ફોન નેટવર્ક દ્વાર ઈન્ટરનેટ એક્સેસ કરી શકાય તેવી સુવિધા ધરાવતા હોય છે. આ હાઈટેક ફોનમાં ઓપેરાનું વેબ બ્રાઉસર હોય છે જે અન્ય વિવિધ પ્રકારના ઈન્ટરનેટ સોફ્ટવેર દ્વારા પણ ચલાવી શકાય છે. હાલમાં ઈન્ટરનેટ એક્સેસ કરી શકાતા હોય તેવા ફોનની સંખ્યા કમ્પ્યુટર કરતા વધુ છે આમ છંતા પણ તેનો ઉપયોગ થતો નથી.ફોનમાં ઈન્ટરનેટના ઉપયોગ માટે ઈન્ટરનેટ એક્સેસ પ્રોવાઈડર અને પ્રોટોકોલ મેટ્રીક્સનો ઉપયોગ કરવામાં આવે છે.

સામાજિક અસર

[ફેરફાર કરો]
ક્રિસ યંગને ઈન્ટરનેટ પર યોજાયેલા ઓલ સ્ટાર ફાઈનલ વોટ દ્વારા ૨૦૦૭ની મેજર લિગ બેસબોલ ઓલ સ્ટાર ગેમનો હિરો તરીકે ચૂંટી કાઢવામાં આવ્યો હતો.

ઈન્ટરનેટે સામાજિક વાતચીત, પ્રવૃતિ અને સંગઠન માટે એક નવું જ સ્વરૂપ શોધી કાઢ્યું છે. ઈન્ટરનેટના વપરાશને કારણે આ શક્ય બન્યું છે.

સોશિઅલ નેટવર્ક સર્વિસ વેબસાઈટ જેવી કે ફેસબુક અને માયસ્પેસ સમાજિકરણમાં પરસ્પરના સહયોગ અને વાતચીત માટે નવું પરિબળ ઉમેર્યું છે.આ સાઈટનો યુઝર્સ તેના શોખ કે રસના વિષયો દર્શાવવા માટે અને એકબીજા સાથે સંપર્ક રાખવા માટે વિવિધ પ્રકારના અંગત પેજીસ ઉમેરી શકે છે. આ ઉપરાંત સાઈટમાં વિશાળ પ્રમાણમાં યુઝર્સ હોય છે. જો સાઈટ પરવાનગી આપે તો યુઝર્સ તેઓના સાચા નામ દર્શાવી શકે છે અને અન્ય ગ્રુપના વ્યકિતઓ કે યુઝર્સ સાથે વાતચીત કરી શકે છે.

મીટઅપ.કોમ (meetup.com) જેવી સાઈટ રૂબરૂ બેઠક કરી શકે તેવા જુથના સમુહ હોય છે, પણ તેમાં પણ કેટલાક જુથો મીટઅપ વેબસાઈટમાં તેમના જુથની સાઈટ બનાવે છે અથવા અન્ય વેબસાઈટ પર વાતચીત કરે છે.

રાજકીય સંગઠન અને સેન્સરશીપ

[ફેરફાર કરો]

લોકશાહી સમાજમાં ઈન્ટરનેટે એક રાજકીય સાધન તરીકે પણ સુસંગતતા પ્રાપ્ત કરી છે. યુનાઈટેડ સ્ટેટના ૨૦૦૪ની પ્રમુખપદની ચૂંટણીમાં હોવાર્ડ ડેન(Howard Dean) ઈન્ટરનેટ પર દાન મેળવવાની આવડતને કારણે પ્રખ્યાત થયા હતા. ઘણા રાજકીય જુથો ઈન્ટરનેટનો ઉપયોગ સંગઠનની નવી પદ્ધતિ માટે કરે છે. જે માટે ઈન્ટરનેટ એક્ટીવિઝમ નો સહારો લે છે.

ઈરાન, દક્ષિણ કોરિયા, મ્યાનમાર, ચીન અને યુ.એ.ઈ.ની સરકારો તેમની પ્રજા દ્વારા ઈન્ટરનેટ વડે રાજકીય અને ધાર્મિક વિષયો વાંચી શકે તેના પર કેટલાક નિયંત્રણો લગાવ્યા છે. આ બધુ વિશેષ પ્રકારના સોફ્ટરવેરની મદદથી કરવામાં આવે છે જે ડોમેઈન અને તેના વિષયને ફિલ્ટર કરે છે અને તેની માહીતી સરળતાથી મેળવી શકાતી નથી.

નોર્વે, ડેનમાર્ક, ફિનલેન્ડ [૧૪], અને સ્વીડનમાં મોટા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સે સ્વૈચ્છિક (વેબસાઈટ બ્લોક કરવાનો કાયદા સરકારે ઘડવો ન પડે તે માટે)રીતે પોલીસ દ્વારા આદેશ કરાયેલી કેટલીક વેબસાઈટોને બ્લોક કરી છે. માનવામાં આવે છે કે આ બધી વેબસાઈટ ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લગતી હશે. આ સાઈટના કન્ટેન્ટને ગુપ્ત રાખવામાં આવ્યું છે.

ઘણા દેશો જેમાં અમેરિકાનો પણ સમાવેશ થઈ જાય છે તેઓએ ચાઈલ્ડ પોર્નોગ્રાફી(child pornography)ને લગતી વસ્તુઓ રાખવા તેની વહેંચણી કરવા સામે કાયદો બનાવીને આ પ્રવૃતિને ગેરકાયદે ઘોષિત કરી છે પરંતુ તેઓ ફિલ્ટરીંગ સોફ્ટવેરનો હજૂ ઉપયોગ કરતા નથી.

વેબસાઈટ પર ઘણા મફત અને કમર્શિયલી સોફ્ટવેર ઉપલબ્ધ છે જે દ્વારા યુઝર્સ નેટવર્કમાં કે તેના અંગત કમ્પ્યુટરમાં કેટલીક વાંધાજનક વેબસાઈટને બ્લોક કરી શકે છે. જેમ કે પોર્નોગ્રાફી કે હિંસાને લગતી વેબસાઈટોને બાળકો દ્વારા જોવા પર નિયંત્રણ લગાવી શકાય. જુઓ કન્ટેન્ટ-કંટ્રોલ સોફ્ટવેર(Content-control software)

આરામના સમયની પ્રવૃતિ

[ફેરફાર કરો]

નવરાશના સમયની પ્રવૃતિ માટે ઈન્ટરનેટ પર ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે. જેમાં કેટલાક સામાજિક પ્રયોગો પણ છે. જેમ કે MUD અને MOO જે યુનિવર્સિટીના સર્વસ દ્વારા સંચાલિત છે તો હાસ્યને લગતા યુઝરનેટ ગ્રુપ પણ ખાસા લોકપ્રિય છે. આજે, ઘણા ઈન્ટરનેટના મંચ(ફોરમ)માં રમતો અને રમુજી વિડીયો, ફ્લેશ એનિમેશન મુવીને લગતા નાના કાર્ટુન ઘણા લોકપ્રિય છે. પોતાની યોજનાઓની જાણ કરતા અને મિત્રો સાથે વાતચીત કરવા માટે અત્યારે લોકોએ છ મિલિયન જેટલા બ્લોગ અને મેસેજ બોર્ડ બનાવ્યા છે.

ઈન્ટરનેટનો પોર્નોગ્રાફિ અને જુગાર ઉદ્યોગો સંપુર્ણ ફાયદો ઉઠાવે છે. અને અન્ય વેબસાઈટોને પણ આ ઉદ્યોગો તરફથી ઘણી એડવર્ટાઈઝિંગ મળી જાય છે. જો કે, ઘણી સરકારોએ આ બન્ને ઉદ્યોગો પર ઈન્ટરનેટનો ઉપયોગ કરવા સામે નિયંત્રણ લાદવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ વિશ્વમાં તેની લોકપ્રિયતાને કારણે સરકારો પોતાના આ પ્રયાસમાં નિષ્ફળ ગઈ છે.

ઈન્ટરનેટ પર ટાઈમપસાર કરવાનો એક મહત્વનો વિસ્તાર છે મલ્ટીપ્લેયર ગેમિંગ. આ દ્વારા કમ્યુનિટીનુ નિર્માણ કરાયા છે અને જે દ્વારા વિવિધ વયજુથ ધરાવતા અને વિવિધ દેશોમાં રહેતા લોકો ભેગા થાય છે અને મલ્ટીપ્લેયર ગેમનો મજા ઉઠાવે છે. આની રેન્જ MMORPG થી ફર્સ્ટ-પર્સન શુટર સુધી, કમ્પયુટર આધારીત ગેમ થી ઓનલાઈન ગેમ્બલિંગ સુધી હોય છે. આ દ્વારા ઘણા લોકો પોતાનો નિરાંતના સમયની મજા ઈન્ટરનેટ પર ઉઠાવે છે અને લોકો સાથે વાતચીત કરે છે.

૧૯૭૦ની આસપાસથી ઓનલાઈન ગેમિંગ શરૂ થયું છે, હાલમાં ઓનલાઈન ગેમિંગ વિવિધ સેવાઓ પણ આપે છે જેમ કે ગેમસ્પાય(GameSpy Arcade) અને MPlayer.com. પરંતુ, આ માટે સભ્યપદ મેળવવું જરૂરી છે. સભ્યપદ ન ધરાવતા લોકોને કેટલીક જ ગેમ રમવા દેવામાં આવે છે.

ઘણા લોકો ઈન્ટરનેટનો ઉપયોગ સંગીત, ફિલ્મ અને અન્ય કામો ડાઉનલોડ કરે છે અને મજા કરે છે. ઉપર કહ્યા મુજબ આ બધી સર્વિસ પૈસાવાળી અને પૈસા વગરની હોય છે. જેના માટે સર્વર અને વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાની કેટલીક કંપનીઓ તેના સાચા કલાકારના હક અંગે સભાન હોયછે અને કોપીરાઈટ એક્ટને અનુસરે છે.

ઘણા લોકો ન્યુઝ , હવામાન, સ્પોર્ટસ સમાચાર મેળવવા માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત રજા ગાળવા માટે હોટલ બુંકીંગ અને અન્ય ઘણી બધી વસ્તુઓ માટે લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરતા થયા છે.

વિશ્વભરમાં રહેતા પોતાના મિત્રો સાથે જોડાઈ રહેવા માટે લોકો ઓનલાઈન ચેટ, ઈન્સ્ટન્ટ મેસેજીંગ અને ઈમેલનો ઉપયોગ કરે છે. કેટલાક સમય પહેલા તેઓ pen pal નો ઉપયોગ કરતા હતા તેમ.સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ જેવી કે માય સ્પેસ(MySpace) ફેસબુક અને તેના જેવી અન્ય ઘણી વેબસાઈટો લોકોને એકબીજા સાથે જોડી રાખે છે.

વેબ ડેસ્કટોપ કે ઈન્ટરનેટ ડેસ્કટોપ નો ઉપયોગ કરતા હોય તેવા લોકોની સંખ્યા વધી રહી છે. આ દ્વારા વપરાશકર્તા ઈન્ટરનેટ દ્વાર ફાઈલ, ફોલ્ડર અને સેટિંગ એકસેસ કરી શકે છે.

સાયબરસ્લેકિંગ(Cyberslacking) કોર્પોરેટ માટે ગંભીર ખતરો બની રહ્યું છે. ,પેનીસુલા બિઝનેશ સર્વિસ દ્વારા કરાયેલા સર્વે મુજબ ઈંગ્લેન્ડમાં કર્મચારીઓ સરેરાશ રીતે કામ દરમિયાન 57 મિનિટ જેટલો સમય વેબસર્ફિંગ કરવા માટે ગાળે છે. [૧૫]

કોમ્પલેક્ષ આર્કિટેકચર / અસામાન્ય બંધારણો

[ફેરફાર કરો]

કેટલાક કમ્પ્યૂટર વૈજ્ઞાનિકો ઈન્ટરનેટને "એન્જિનિયરિંગથી ભરપૂર, વધુ ગુંચવડાભર્રી રચના "હોવાનું ઉત્તમ ઉદાહરણ ગણી રહ્યા છે. [૧૬] ઈન્ટરનેટ ભિન્ન ભિન્ન લક્ષણો ધરાવે છે. દાખલા તરીકે, માહિતી ના પ્રવાહ પ્રમાણે જોડાણના ભૌતિક ગુણધર્મો ઘણા ભિન્ન હોય છે. ઈન્ટરનેટેએ તેના મોટા સ્તરના સંગઠનને કારણે ઈમર્જન્ટ ફિનામિનન(સ્વતંત્ર થવું) દાખલા તરીકે, ડેટા ટ્રાન્સફર રેટ જ તેની લાક્ષ્ણિકતા બતાવી આપે છે કે ઈન્ટરનેટ કેટલું ઉભરતું માધ્યમ છે. આ ઉપરાંત તેની જટીલતાને વધારતી વાત એ છે કે એક જ ઈન્ટરનેટ જોડાણ દ્વારા વિવિધ કમ્પ્યુટરને જોડી શકાય છે જેથી અલગ અલગ પેટા નેટવર્ક ઉભી થવાની સંભાવના થાય છે.જેથી સિદ્ધાંતીક રીતે તે અમર્યાદીત બને છે.(IPv4 પ્રોટોકોલને પ્રોગ્રામેટિક લિમિટેશનને ડીસગ્રેડીંગ કરતા) આ માળખાના સિંદ્ધાંતો આપણેને ૧૯૬૦ના દાયકામાં લઈ જાય છે જે આપણી હાલની જરૂરીયાતો માટે ઉપાય બની શકે નહીં. જેથી, હાલમાં તેનું વૈકલ્પિક માળખું બને તેનું સંશોધન ચાલી રહ્યું છે. [૧૭]

ડિસ્કવર મેગેઝીનના જુન ૨૦૦૭ના લેખ મુજબ, દિવસ દરમિયાન ઈન્ટરનેટ દ્વારા ફરતા થતા ઈલેટ્રોન્સનું વજન ઓંસના ૦.૨ દસલાખમાં ભાગ જેટલું થાય છે. [૧૮] ઘણાનો અંદાજ છે કે આ ૨ ઓંસ (૫૦ ગ્રામ)નજીક છે.[૧૯]

માર્કેટિંગ

[ફેરફાર કરો]

કંપનીઓ માટે હાલમાં ઈન્ટરનેટ એક મોટું માર્કેટ બની ગયું છે, હાલમાં ઘણી મોટી કંપનીઓ ઈન્ટરનેટ દ્વારા નીચા દરે થતા ઍડ્વર્ટાઇઝિંગ અને વેપારનો ઉપયોગ કરીને વિકાસ પામી રહી છે. જેને આપણે ઈ કોમર્સ (e-commerce) તરીકે ઓળખીયે છે. સાથે સાથે વધુ લોકો પાસે ઝડપી માહિતી પણ પહોંચાડવાનો આ એક રસ્તો પણ છે. છે. આ ઉપરાંત ખરીદીમાં પણ ઈન્ટરનેટે બદલાવ લાવી દીધો છે. દાખલા તરીકે કોઈ વ્યકિત ઓનલાઈન કોમ્પેક્ટ ડીસ્ક(CD)નો ઓર્ડર કરી શકે છે અને થોડાક જ દિવસમાં તે ટપાલ કે કુરિયર દ્વારા તે મેળવી શકે છે. અથવા કેટલાક કેસમાં તો તે સીધી ડાઉનલોડ પણ કરી શકે છે. આ ઉપરાંત ઈન્ટરનેટે વ્યકિતગત માર્કેટિંગમાં પણ મોટું પ્રદાન કર્યું છે. આ દ્વારા કંપનીઓ કોઈ વિશેષ વ્યકિતઓ કે વિશેષ જુથ સુધી પોતાની પ્રોડક્ટને અન્ય વિજ્ઞાપનના માધ્યમ વિના પહોંચાડી શકે છે.

પર્સનલાઈઝ માર્કેટિંગના ઉદાહરણો જોઈએ તો ઓનલાઈન કમ્યુનિટી જેવી કે માયસ્પેસ, ફ્રેન્ડસ્ટર(Friendster), ઓરકુટ, ફેસબુક અને આના જેવી અન્ય વેબસાઈટો પર લોકો પોતાની વસ્તુઓનું માર્કેટિંગ કરે છે અને નવા મિત્રો બનાવે છે. જેમાંના ઘણા યુઝર્સ યુવાનો હોય છે જેમની ઉંમર ૧૩ થી ૨૫ વર્ષ સુધી હોઈ શકે છે. તેમજ, જ્યારે તેઓ પોતાની જાહેરાત કરે છે ત્યારે તેઓ પોતાના શોખ, રસ જેવી બાબતોની પણ જાહેરાત કરે છે. ઓનલાઈન માર્કેટિંગ કંપનીઓ આ માહિતીનો ઉપયોગ કરે છે અને અને જેઓ ઓનલાઈન ખરીદી કરતા હોય છે તેમની સામે પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરે છે.

વધુ જૂઓ

[ફેરફાર કરો]
Internet વિષય પર વધુ જાણવા માટે જુઓ:
શબ્દકોશ
પુસ્તકો
અવતરણો
વિકિસ્રોત
દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો અને ચિત્રો
સમાચાર
અભ્યાસ સામગ્રી

મોટા મુદ્દા

[ફેરફાર કરો]

કાર્યો

[ફેરફાર કરો]

અન્ડરલેઈંગ ઈન્ફ્રાસ્ટ્કચર

[ફેરફાર કરો]

નિયમનકારી મંડળો

[ફેરફાર કરો]
  1. "Links". HTML 4.01 Specification. World Wide Web Consortium. HTML 4.01 Specification. મેળવેલ 2008-08-13. [T]he link (or hyperlink, or Web link) [is] the basic hypertext construct. A link is a connection from one Web resource to another. Although a simple concept, the link has been one of the primary forces driving the success of the Web. Check date values in: |date= (મદદ)
  2. "ARPA/DARPA". Defense Advanced Research Projects Agency. મૂળ માંથી 2007-04-07 પર સંગ્રહિત. મેળવેલ 2007-05-21.
  3. "DARPA Over the Years". Defense Advanced Research Projects Agency. મૂળ માંથી 2007-04-07 પર સંગ્રહિત. મેળવેલ 2007-05-21.
  4. Baran, Paul (1964). On Distributed Communications.
  5. Coffman, K. G; Odlyzko, A. M. (1998-10-02). "The size and growth rate of the Internet" (PDF). AT&T Labs. મેળવેલ 2007-05-21. Cite journal requires |journal= (મદદ)CS1 maint: multiple names: authors list (link)
  6. Comer, Douglas (2006). The Internet book. Prentice Hall. પૃષ્ઠ 64. ISBN 0132335530.
  7. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-08-31 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-21.
  8. "નોવો સ્કોટિયાનો ઇતિહાસ". મૂળ માંથી 2009-03-05 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-21.
  9. http://www.ietf.org/
  10. ઈન્ટરનેટ વર્લ્ડ સ્ટેટ સંગ્રહિત ૨૦૧૨-૦૪-૨૬ ના રોજ વેબેક મશિન. અપડેટ, 30 જુન 2008
  11. વર્લ્ડ ઈન્ટરનેટ યુઝ સ્ટેટેસ્ટીક ન્યુઝ એન્ડ પોપ્યુલેશન સ્ટેટ સંગ્રહિત ૨૦૨૦-૦૫-૨૨ ના રોજ વેબેક મશિન, અપડેટ જુન 30 2008
  12. "YouTube Fact Sheet". YouTube, LLC. મેળવેલ 2009-01-20.
  13. ટોરન્ટો હાઈડ્રો ટોરન્ટો શહેરમાં વાયરલેસ નેટવર્ક સ્થાપશેબ્લુમબર્ગ.કોમ19 માર્ચ 2006માંથી મેળવવામાં આવેલું
  14. "Finland censors anti-censorship site". The Register. 2008-02-18. મેળવેલ 2008-02-19.
  15. સ્કોટમેન.કોમ ન્યુઝ-શહેરની નાની ફર્મ સામે નેટનો દુરઉપયોગ
  16. વોલ્ટર વિલિંગર, રમેશ ગોવિંદન, સુગિહ જામીન, વેર્ન પોક્સોન, અને સ્કોટ શેખર(2002).સ્કેલિંગ ફિનોમિના ઈન ધ ઈન્ટરનેટ નેશનલ એકેડેમી ઓફ સાયન્સ, 99ની પ્રક્રિયા સપ્લિમેન્ટરી1, 2573–2580.
  17. ઈન્ટરનેટનું નવનિર્માણ?"કેટલાકની દલિલ છે આ ટાઈમ છે"ધ સિએટલ ટાઈમ્સ, એપ્રિલ 16, 2007.
  18. ઈન્ટરનેટનું વજન કેટલું ?ડિસ્કવર(મેગેઝીન), જુન 2007.
  19. "Weighing The Web". 2007-06-01. મેળવેલ 2008-05-26.

સંદર્ભો

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]